વઘઇ તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, વઘઇ 

   ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ વધુ સુલભ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજાઓની ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી અંતર્ગત કુલ ૧૦ મહેસૂલી તલાટીઓને અલગ-અલગ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત મહેસૂલી તલાટીઓ નિયત કામકાજના દિવસે પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને જરૂરી મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ કરાવશે.

હુકમ મુજબ નિમા વિષ્ણુભાઈ પટેલને ભેંડમાળ અને દગડીઆંબા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ભેંડમાળ સેજા હેઠળ ભેંડમાળ, આમસરવળન, વાધમાળ, લવાર્યા અને મોટીદાબદર ગામોનો સમાવેશ થાય છે, જ્યાં સોમવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે. જ્યારે દગડીઆંબા સેજા હેઠળ દગડીઆંબા, બોરપાડા, બરડા અને મલીન ગામો માટે મંગળવારના રોજ મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

 રૂપલકુમારી મહેન્દ્રભાઈ પટેલને સરવર, ખાતળ અને ગોદડીયા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. સરવર સેજા હેઠળ સરવર, ગુંજપેડા, કલમખેત, સોડમાળ અને ઘોડી ગામો માટે સોમવારના રોજ કામગીરી કરવામાં આવશે. ખાતળ સેજામાં ખાતળ, માછળી અને દીવડ્યાવન ગામો માટે મંગળવારના રોજ તથા ગોદડીયા સેજામાં ગોદડીયા, વાંકન, પાતળી, કુસમાળ અને પાંઢરમાળ ગામો માટે બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

 જ્યોતિરાદિત્ય બળદેવસિંહ દેસાઈને માનમોડી, નડગચોંડ અને દગુનિયા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. માનમોડી સેજા હેઠળ માનમોડી, કાંચનપાડા, બોંડારમાળ, મોટામાળુંગા, લહાનમાળુંગા અને નિંબારપાડા ગામોનો સમાવેશ થાય છે, જ્યાં સોમવારના રોજ કામગીરી થશે. નડગચોંડ સેજામાં નડગચોંડ, મુરમ્બી, દરાપાડા અને ગુંદવહળ ગામો માટે મંગળવારના રોજ તથા દગુનિયા સેજામાં દગુનિયા, ધોડવહળ, સુપદહાડ અને બરડા (માનમોડી) ગામો માટે બુધવારના રોજ મહેસૂલી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

 વંદનાકુમારી રામદાસભાઈ ગાઈનને નાનાપાડા અને ઝાવડા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. નાનાપાડા સેજા હેઠળ નાનાપાડા, આંબાપાડા, આહેરડી, કુમારબંધ, બોરદહાડ અને શિવારીમાળ ગામો માટે સોમવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે. જ્યારે ઝાવડા સેજામાં ઝાવડા, વાંઝટઆંબા, કોયલીપાડા અને જામનાપાડા ગામો માટે બુધવારના રોજ કામગીરી કરવામાં આવશે.

 રવિનાબેન યોગેશચંદ્ર પાવાગઢીને વઘઇ અને ડોકપાતળ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. વઘઇ સેજા હેઠળ વઘઇ અને દોડીપાડા ગામો માટે બુધવારના રોજ તથા ડોકપાતલ સેજા હેઠળ ડોકપાતલ, ઉગા, વાનરચોંડ અને આંબાપાડા (વઘઇ) ગામો માટે મંગળવારના રોજ મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

 હિનાબેન એ. ચૌધરીને ચીચીનાગાંવઠા, ચિકાર (ઝાવડા) અને રંભાસ (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ચીચીનાગાંવઠા સેજા હેઠળ ચીચીનાગાંવઠા, કુડકસ, કુકડનખી, ભવાડી અને ઢાઢરા ગામો માટે સોમવારના રોજ કામગીરી થશે. ચિકાર (ઝાવડા) સેજામાં ચિકાર, કોસીમપાતળ અને ધોધલપાડા ગામો માટે મંગળવારના રોજ તથા રંભાસ (ચાર્જ) સેજામાં રંભાસ, ચિકાર, જામલાપાડા, બાજ અને દેવીપાડા ગામો માટે બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

કલ્પેશભાઈ લખમણભાઈ રાવરિયાને કોશીમદા અને ભાલખેત (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. કોશીમદા સેજા હેઠળ કોશીમદા, સાવરખડી અને દરડી ગામો માટે સોમવારના રોજ તથા ભાલખેત (ચાર્જ) સેજા હેઠળ ભાલખેત, ખોપરીઆંબા અને ચિખલા ગામો માટે મંગળવારના રોજ મહેસૂલી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

અંકિત શિવલાલ પોલરાને ચિચોંડ અને બારખાંધ્યા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ચિચોંડ સેજા હેઠળ ચિચોંડ, કુંડા, સુસરદા અને સિલોટમાળ ગામો માટે સોમવારના રોજ કામગીરી કરવામાં આવશે. જ્યારે બારખાંધ્યા સેજા હેઠળ બારખાંધ્યા, દગડપાડા, ભૂરભેંડી અને ખીરમાણી ગામો માટે મંગળવારના રોજ મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ રહેશે.

ખુશ્બુ રામપ્રિત યાદવને કાલીબેલ અને ડુંગરડા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. કાલીબેલ સેજા હેઠળ કાલીબેલ, ભૂજાડ અને ટેકપાડા ગામો માટે સોમવારના રોજ તથા ડુંગરડા સેજા હેઠળ ડુંગરડા, બોરીગાંવઠા, ગીરા અને દાબદર ગામો માટે મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

જ્યારે દિવ્યાંગકુમાર દિપકભાઈ પટેલને ભેંસકાતરી સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ભેંસકાતરી સેજા હેઠળ ભેંસકાતરી, કાકરદા, એન્જિનપાડા (કોલબારી) અને ભોંગડિયા ગામોનો સમાવેશ થાય છે. આ સેજામાં સોમવારના રોજ મહેસૂલી તલાટી દ્વારા ગ્રામજનોને જરૂરી મહેસૂલી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ સેજાવાર વ્યવસ્થાના પરિણામે વઘઇ તાલુકાના વિવિધ ગામોના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે વારંવાર આવવાની જરૂરિયાતમાં ઘટાડો થશે અને ગામના સ્તરે જ મહેસૂલી સેવાઓ વધુ સરળતાથી અને સુવિધાપૂર્વક મળી રહેશે. ગ્રામજનોને પોતાની સેજા માટે નિયત કરાયેલા દિવસે સંબંધિત મહેસૂલી તલાટીની કચેરી/ઉપસ્થિતિનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment