આહવા તાલુકામાં મહેસૂલી તલાટીઓને સેજાની ફાળવણી

હિન્દ ન્યુઝ, આહવા 

    ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ગ્રામ્યકક્ષાએ સરળ બનાવવા માટે મહેસૂલી તલાટીઓને વિવિધ સેજા તથા ચાર્જ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. હુકમ મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ નિર્ધારિત દિવસોએ પોતાની સેજામાં ઉપસ્થિત રહી ગ્રામજનોને મહેસૂલી સેવાઓ પૂરી પાડશે. આ વ્યવસ્થાના પરિણામે ગામડાના નાગરિકોને મહેસૂલી કામગીરી માટે તાલુકા મથકે વારંવાર આવવાની જરૂરિયાત ઘટશે અને સ્થાનિક સ્તરે સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

હુકમ મુજબ કૌશિકકુમાર ભરતલાલ માહલાને આહવા સેજા તથા દિવાનટેમ્બૂન (ચાર્જ) જવાબદારી સોંપવામાં આવી છે. આહવા સેજામાં આહવા ગામે સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે દિવાનટેમ્બૂન સેજા હેઠળ દિવાનટેમ્બૂન, જામલાપાડા અને જામનાવીહિર ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે. 

 આકાશકુમાર દુર્લભલાલ પટેલને ગોંડલવિહિર, મહાલપાડા અને ગાઢવી (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલવિહિર સેજામાં ગોંડલવિહિર, બોરખેત, ભીસ્યા અને ધુબીટા ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ કામગીરી કરવામાં આવશે. મહાલપાડા સેજા હેઠળ મહાલપાડા, કમલવિહિર, નાંદનપેડા, સેન્દ્રીઆંબા અને પીપલઘોડી ગામોમાં મંગળવારના રોજ, જ્યારે ગાઢવી (ચાર્જ) સેજામાં ગાઢવી ગામે બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

સુશ્રી સ્વાતિબેન સુરેશભાઈ પટેલને ચિકટીયા તથા પિંપરી (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ચિકટીયા સેજામાં ચિકટીયા, ગૌર્યા, નડગખાદી અને ઇસદર ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે પિંપરી (ચાર્જ) સેજામાં પિંપરી, ધૂળચોંડ, હનવંતચોંડ અને દાવદહાડ ગામોમાં મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

 જીજ્ઞેશકુમાર શંકરલાલ પટેલને ધવલીદોડ તથા બારીપાડા (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ધવલીદોડ સેજામાં ધવલીદોડ, કોટબા અને ધૂડા ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે બારીપાડા સેજામાં બારીપાડા, ચીરાપાડા, બોરીગાવઠા, મહારાઇચોંડ અને ચીખલી ગામોમાં બુધવારના રોજ કામગીરી કરવામાં આવશે.

 ભૂપતકુમાર જેરામભાઈ હડિયાને માલેગાંવ તથા સાપુતારા (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. માલેગાંવ સેજામાં માલેગાંવ, જોગબારી અને બરડપાણી ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે સાપુતારા સેજામાં સાપુતારા ગામે મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

 કૃપાલકુમાર મનસુખભાઈ પટેલને વાસુર્ણા તથા ગલકુંડ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. વાસુર્ણા સેજામાં વાસુર્ણા અને સોનગીર ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે ગલકુંડ સેજામાં ગલકુંડ, વિલવાડા, પિપલપાડા, પાયરપાડા, જામદર, સીનબંધ, મોહપાડા, ઉખાટિયા, વનાર, વાંકી, આંબડીયા અને ઉમર્યા ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

સુશ્રી પ્રેમીલાબેન ચુનિલાલ દળવીને ડોન, મોરઝીરા (ચાર્જ) તથા ટાંકલીપાડા (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ડોન સેજામાં ડોન ગામે સોમવાર તથા શુક્રવારના રોજ, મોરઝીરા સેજામાં મોરઝીરા, માદલબારી, ગડદ અને મોગરા ગામોમાં મંગળવારના રોજ તથા ટાંકલીપાડા સેજામાં ટાંકલીપાડા, વાયદૂન, વંજારઘોડી, વાંઝિટેમ્બ્રુન અને કરંજડી ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

 દિક્ષિતભાઇ મોહનલાલ થોરાતને હારપાડા તથા ચીંચલી (ચાર્જ) સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. હારપાડા સેજામાં હારપાડા, વાડ્યાવન, સાદડવિહિર, કમદ્યાવન, થોરપાડા અને કડમાળ ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ, જ્યારે ચીંચલી (ચાર્જ) સેજામાં કરાડીઆંબા, હનવંતપાડા, નીમપાડા, ચીંચલી, ગાડવિહિર અને મહારદર ગામોમાં મંગળવારના રોજ કામગીરી કરવામાં આવશે.

સુ જાનવી રામસિંહભાઈ પરમારને ભવાનદગડ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સેજા હેઠળ ભવાનદગડ, ખાપરી, ગોળસ્ટા, કુતરનાચ્યા, વાંગણ, સતી, વાંવદા અને મુળચોંડ સહિતના ગામોમાં સોમવાર તથા શુક્રવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

 શૈલેષભાઈ કે. ભોયેને ચનખલ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ચનખલ સેજામાં ચનખલ, નીલશાક્યા, સુકમાળ, પીપલ્યામાળ ગામોમાં મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

સુ રંજનબેન બી. ભુસારેને બોરખલ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. બોરખલ સેજા હેઠળ બોરખલ, ટેમ્બુનઘર્ટા, ઉમરપાડા, ટાંકલીપાડા, વિહિરઆંબા અને ગાયખસ ગામોમાં મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

મહેન્દ્રભાઈ બળવંતસિંહ ચૌહાણને શામગહાન સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. શામગહાન સેજામાં શામગહાન, રાનપાડા, બાપખલ, અને ભુરાપાણી ગામોમાં સોમવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

ભરતભાઇ કાશીનાથભાઈ ભોયેને ગોટીયામાળ સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ગોટીયામાળ સેજામાં ગોટીયામાળ, ગુંદીયા, હુંબાપાડા, સોનુનિયા અને બરમ્યાવડ ગામોમાં મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

અંજલી બિપિનકુમાર ઘોળકિયાને લહાનચર્યા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સેજા હેઠળ લહાનચર્યા, લહાનદભાસ, મોટાચર્યા, મોટી દભાસ, નિરગુડમાળ, ચિંચપાડા અને કાહડોળઘોડી ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

બિરજબેન સુરેશભાઈ વામજાને લિંગા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. લિંગા સેજામાં લિંગા, કામદ, વકાર્યા, બીલમાળ, અંજનકુંડ અને કોસંબિયા ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

હેમાંગીબેન શશીકાંતભાઈ પટેલને ચૌક્યા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ચૌક્યા સેજામાં ચૌક્યા, પાંડવા, ઇસદર, ચવડવેલ, રાવચૌંડ, જવતાળા અને ગારમાળ ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

દિવ્યાંગીનીબેન અશોકભાઈ રાઉતને ઘોઘલી સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. ઘોધલી સેજામાં ઘોધલી, સૂંદા, કાસવદહાડ ગામોમાં મંગળવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

સંધ્યાકુમારી દિનેશભાઈ ગાવિતને જાખાના સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. જાખાના સેજામાં જાખાના, ધૂમખલ અને કોટમદર ગામોમાં બુધવારના રોજ મહેસૂલી કામગીરી કરવામાં આવશે.

આહવા તાલુકાના વિવિધ સેજાઓમાં નિર્ધારિત દિવસોએ મહેસૂલી તલાટીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત થતાં ગ્રામજનોને જમીન મહેસૂલ, હક્કપત્રક, વારસાઈ, દાખલા, જમીન સંબંધિત નોંધ તથા અન્ય મહેસૂલી સેવાઓ સ્થાનિક સ્તરે વધુ સરળતાથી મળી રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ મહેસૂલી સેવાઓને ગ્રામ્યકક્ષાએ વધુ સુલભ બનાવી સમયસર અને અસરકારક સેવા પૂરી પાડવાનો છે.

Related posts

Leave a Comment