ભરૂચ છીપવાડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ. …..

ભરૂચ,

આજરોજ ભરૂચ નગરસેવા સદન ઢુવારા છીપવાડ સ્કુલમાં નગર સેવાસદન તેમજ જિલ્લા વહીવટી તંત્ર ઢુવારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 1, 2, 9 ના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં આવકનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિનો દાખલો વગેરે જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી. જેમાં નગરસેવા સદનના પ્રમુખ સુરભીબેન તમાકુવાળા, ચીફ ઓફિસર સંજયભાઈ, સલીમભાઈ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા તેમજ સમશાદભાઈ સૈયદ તેમજ વોર્ડ નંબર 9ના સભ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : મહેન્દ્રસિંહ વસાવા, ભરૂચ

Related posts

Leave a Comment