હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાનો ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહ સંપન્ન; આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર 18 ‘અનસંગ હીરો’નું કરાયું બહુમાન.
કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 10 મે થી 09 જૂન સુધી ‘જનજાતીય ગરિમા ઉત્સવ-2026’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ રહી છે; જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અમૂલ્ય વારસા, ગૌરવશાળી ઇતિહાસ, દેશના વિકાસમાં તેમનું યોગદાન અને વિશિષ્ટ સિદ્ધિઓને ઉજાગર કરવાનો છે : ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરી
