તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉમદા હેતુસર ફેશન શો અને એક્ઝિબિશન- વર્ષ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    જૂનાગઢમાં પંચેશ્વર રોડ, મેઘાણી નગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. સંસ્થા ખાતે તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉમદા હેતુસર ફેશન શો અને એક્ઝિબિશન- વર્ષ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  

કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને આધુનિક વિષયોને આવરી લેતી અનોખી થીમ આધારિત ફેશન શોની આકર્ષક રજૂઆત કરી હતી.

આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અને નવતર વિષયો પર તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શિત કૃતિઓ અને મોડેલ્સની ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ તથા મુલાકાતીઓએ ખૂબ જ સરાહના કરી હતી. 

આ પ્રકારના કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓની પ્રતિભા, ટેકનિકલ કુશળતા અને વર્જનાત્મક અભિગમને ઉજાગર કરવાની ઉત્તમ તક મળી હતી.

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સિપાલ પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ રાજેશ સતાસીયા, હિંમતસિંહ ભાટી, શીતલ પટોડિયા, શ્વેતા કુકડિયા, અંજના ટાંક, દિશા બંસલ, મિતેશ ડોડિયા, નિકુંજ ભેંસદડીયા, રિચા લીંબાસીયા, મીનાક્ષી આમરશેડા સહિતના સ્ટાફના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે હાલમાં કમ્પ્યુટર, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી એન્ડ વેલનેસ, સીવણ અને ફિઝિયોથેરપી સહિતના રોજગારલક્ષી કોર્સોમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થી બહેનોને અભ્યાસ દરમિયાન રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે રૂ.૧૫,૦૦૦/- જેટલી શિષ્યવૃત્તિ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત સ્ટાઈપેન્ડ અને બસ પાસનો લાભ પણ આપવામાં આવે છે.

સંસ્થા દ્વારા મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને સ્વરોજગાર અને રોજગારી માટે સક્ષમ બનાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ (મહિલા) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment