માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ જોડિયા તાલુકાની મુલાકાતે

જોડિયા,

માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ ની જોડિયા તાલુકામાં પડેલ તા.23-24/8/20 અતિભારે વરસાદને કારણે થયેલ ઘર વખરી, ખેતીના તથા જમીન ધોવાણ, રોડ રસ્તા તથા નાલા પૂલિયા ડેમેજ, નુકસાની તાગ મેળવેલ તેમજ જામદુધઈ, માવનુગામ, માણામોરા, આજી-4 પુલ તેમજ કડલાં અને જામનગર કોસ્ટલ હાઇવે પર જોડીયા તાલુકા ના નવા માવનુગામ ગામ પાસે નાળું બેસી જવાથી હાઈવે બંધ કરવો પડ્યો હતો. તે સ્થિતિ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જોડીયા હાજર રહ્યા હતા. જોડિયા ઉડ નદી જ્યાં દરિયામાં સમાય જાય છે. તે પુલ ની પરિસ્થિતિ જાણી હતી.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment