ગઢડા,
મ્હેં. ડી જી. પી. ગુ. રા. ગાંધીનગર નાઓની ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધવા તા. ૬/૦૮/૨૦૨૦થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશ્યલ ડ્રાયવનું આયોજન કરેલ હોઈ જે ડ્રાયવ અનુસંધાને મ્હેં. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બોટાદ, નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના. પો. અધિ. રાજદીપસિંહ નકુમ સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમ બનાવેલ. જેથી ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. ચૌધરી નાઓએ ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સૂચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશન ના અ. હે કો. હરેશભાઇ વિરગામા તથા આ. પો. કો. સતિષભાઈ યાદવ નાઓએ સંયુક્ત બાતમી મળેલ કે ઢસા પો. સ્ટે. ના ગુમ રજી. નં. ૦૨/૨૦૧૯ ગુમ થનાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડવી ગામમાં છે જેથી સદર ગુમ થનાર ની તપાસ માટે ટીમ ઇન્ચાર્જ હરેશભાઇ વિરગામા, સતિષભાઈ યાદવ , ભરતભાઈ સાંકળિયા કલ્પેશ ભાઈ લંગાળિયા વું.પો. કો. નિશાબેન બારૈયા નાઓએ સદર જગ્યાએ જવા રવાના કરેલ અને સદર જગ્યાએ જઈ તપાસ કરતા આ કામ ના ગુમ થનાર નયનાબેન ડો/ઓ કાળુભાઇ બચુભાઈ વાઘેલા ઉંમર વર્ષ. ૧૯ રહે. ગઢડા ભરતનગર તા. ગઢડા જી. બોટાદ વાળી કુંડવી ગામેથી મળી આવેલ હોઈ જે બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી ગુમ થનાર ને શોધી કાઢી સરાહનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા