સણોસરાના નિયમિત રહેલા વીજ ગ્રાહકનું પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું

ભાવનગર

પશ્ચિમ ગુજરાત વીજ કચેરી દ્વારા શરૂ થયેલા નૂતન અભિગમ મુજબ સણોસરા ખાતે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો

ભાવનગર ગ્રામ્ય કાર્યપાલક ઈજનેર પંચાલ, સણોસરાના નાયબ ઈજનેર પટેલ તથા સહાયક ઈજનેર ગોહિલના સંકલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

સણોસરામાં રહેતાં વીજ વપરાશ રકમ ભરવામાં નિયમિત રહેલાં વીજ ગ્રાહક બાબુભાઈ જસાણીના અભિવાદનમાં અગ્રણીઓ મુળજીભાઈ મિયાણી, કુરજીભાઈ મકવાણા, સરપંચ હિરાભાઈ સાંબડ સાથે સ્થાનિક આગેવાનો સાથે કર્મચારીઓ જોડાયાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment