એક ચમચી વિનેગરથી ઘટાડો પેટની ચરબી

હિન્દ ન્યુઝ, દાહોદ

 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મેદસ્વિતા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પણ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી ગુજરાતીઓ મેદસ્વિતા અને તેની સાથે સંકળાયેલી અનેક બીમારીઓથી બચી શકે. આ અભિમાન અંતર્ગત આજે આપણે જાણીએ એપલ સાઈડર વિનેગર વિશે. 

 બજારમાં ઘણાં પ્રકારનાં વિનેગર મળી જશે પરંતુ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતાની દ્રષ્ટિએ સૌથી વધુ થાય છે. સફરજનનો સરકો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને એપલ સાઈડર વિનેગર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એપલ સાઈડર વિનેગરના ઘણાં ફાયદા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ તો દૂર થાય જ છે સાથે સાથે તે પેટની ચરબી પણ ઓગાળે છે અને તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 આ એક પ્રકારનું મિશ્રણ છે જે સફરજનમાંથી તૈયાર કરવામાં આવે છે જે ઘણા દિવસો સુધી બગડતું નથી. એપલ સાઇડર વિનેગર સફરજનને કાપીને અને તેને સારી રીતે ક્રશ કર્યા પછી યીસ્ટ સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં જોવા મળતું એસિટિક એસિડ પેટની ચરબી ઘટાડવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે. 

   એપલ સાઇડર વિનેગર વિટામિન અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવા માટે થાય છે. મેદસ્વિતાથી પીડિત લોકો માટે, વિનેગર તેમની સમસ્યાને દૂર કરવામાં ઘણી હદ સુધી ફાયદાકારક છે. તે શરીરમાં વધારાની કેલરી બર્ન કરે છે અને ખાસ કરીને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. 

 એપલ સાઈડર વિનેગર પેટની ચરબી ઘટાડે છે. સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ નવશેકા પાણીમાં વિનેગર મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી વજન ઘટે છે. તેમાં એસિટિક એસિડ હોય છે જે ભૂખને દબાવવામાં મદદ કરે છે. તે મેટાબોલિઝમ પણ વધારે છે અને પાણીની જાળવણી ઘટાડે છે.  

 વજન ઘટાડવા માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એકથી બે ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. તેની સાથે સ્વાદ માટે મધ પણ મિક્સ કરી શકાય છે. આ કુદરતી પીણું ડાયાબિટીસ, કેન્સર, હૃદયની સમસ્યાઓ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતા ઘટાડવામાં મદદ કરે છે.

 

Related posts

Leave a Comment