જખૌ જુથ સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

હિન્દ ન્યુઝ, ભુજ

   જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી જખૌ જુથ સેવા સહકારી મંડળી લી, મું. જખૌ, તાલુકો: અબડાસાને ફડચામાં લઇ જવામાં આવેલી છે. આ મંડળી પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેમનો હિસાબ/ જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી ૬૦ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી પાસે નોંધ કરાવવી અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી. જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબ આગળની મંડળી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment