મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્ર દ્વારા ૨૪૦૫ ભાવિકોને જરૂરી આરોગ્ય સારવાર અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્ર દ્વારા ૨૪૦૫ ભાવિકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૮ જેટલા દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. અહીં ૨૧૦ જેટલા આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે.

મેળામાં લોકોના આરોગ્યની ઈમરજન્સી સમયે પહોંચી વળાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તબીબી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં ૨૮ દવાખાના/હેલ્થ કેમ્પ મારફતે ભાવિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પ્રથમ દિવસે કુલ ૨૪૦૫ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તમામ દવાખાનાઓમાં જરૂરી દવાઓ, તબીબી સ્ટાફ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે. કુલ સારવાર આપવામાં આવેલ દર્દીઓ ૨૪૦૪ પૈકી ૪ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. તેમજ કુલ ૧૧ કેસ ઓપીડીના નોંધાયા હતા. 

મહા શિવરાત્રી મેળાની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય વિભાગના ૨૧૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહયા છે. આ ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે ૧૩ એમ્બ્યુલન્સ અને ૬ ‘૧૦૮’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવી છે. 

નાકોડા યુપીએચસી ભવનાથ ખાતે પ્રથમ દિવસે ૧૯૫ ભાવિકોને આરોગ્ય સારવાર અપાય

જૂનાગઢ,તા.૧૨ નાકોડા યુપીએચસી ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડો. હાર્દિક ઉસદડિયાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે નાકોડા યુપીએચસી ભવનાથ ખાતે ૧૯૫ ભાવિકોને આરોગ્ય સારવાર આપવામાં આવી હતી. 

તેમણે કહ્યુ હતુ કે, નાકોડા યુપીએચસીને આઈસીયુ સેન્ટર તરીકે પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં ૨૪*૭ કલાક રેસીડેન્ટ ડોક્ટર, એમડી ફિઝિશિયન, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે. અહીં ૧૦ થી ૧૨ જેટલા બેડની સુવિધા, વેન્ટિલેટર, ઇસીજી મશીન ઓક્સિજન સુવિધા સાથે નેબ્યુલાઈઝેશન, લેબોરેટરી તપાસ, દવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં દાખલ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Related posts

Leave a Comment