રાજકોટ,
રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા.3.1.2020 ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્મા સાથે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓની સંયુક્ત ઈન્ટરેકશન મીટ યોજાઈ હતી.
આ ઈન્ટરેકશન મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી પાંચ વર્ષના વિઝન-મિશન તથા શિક્ષણના વિવિધ પ્રકલ્પોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી.
માન. ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્માને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ હતું.
આ ઈન્ટરેકશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. મેહુલભાઈ રુપાણી. ગોવિંદગુરુ યુનિવર્સિટી. ગોધરાના કુલપતિશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. પ્રતાપસિંહ ચૌહાણ. ડો. વિમલભાઈ પરમાર. ડો. ભરતભાઈ રામાનુજ. ડો. ભાવીનભાઈ કોઠારી. ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર. ડો. ધરમભાઈ કાંબલીયા. ડો. હરદેવસિંહ જાડેજા. ડો. પ્રવિણસિંહ ચૌહાણ. ડીનશ્રીઓ સર્વશ્રી ડો. નીલાંબરીબેન દવે. ડો. નીદતભાઈ બારોટ. ડો. મીહીરભાઈ રાવલ તથા એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ