કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામ્ય લાઇવલીહુડ મિશન હેઠળ પશુ સખી, કૃષિ સખી, સ્વસહાય જૂથના સભ્યને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

    મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ઘેલાસોમનાથ મંદિર (વિંછીયા)થી પ્રસ્થાન કરીને ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ સોમનાથ મંદિર (વેરાવળ) જઈ રહી છે.

    આ પદયાત્રાના બીજે દિવસે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ખાતે મંત્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નાના માંડવા ગામના રૂ. ૧,૬૬,૪૦૦ના ખર્ચે બનેલા સેગ્રીગેશન શેડનું લોકર્પણ, રૂ. ૬૧,૫૦૦ના ખર્ચે બનેલા શોકપીટનું લોકાર્પણ, રૂ. ૬,૫૨,૦૦૦ના ખર્ચે નિર્માણ પામનારા વોટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧,૯૮,૫૦૦ના ખર્ચે સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત, રૂ. ૬૧,૫૦૦ના ખર્ચે બનેલા શોકપીટનું લોકાર્પણ, રૂ. ૮૦,૦૦૦ના ખર્ચે નિર્માણ પામનારા વોટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત, રૂ. ૧.૫૦ લાખના ખર્ચે બનનારા પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું હતું.

   ઉપરાંત, મંત્રીના હસ્તે કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામ્ય લાઇવલીહુડ મિશન હેઠળ પશુ સખી, કૃષિ સખી, સ્વસહાય જૂથના સભ્યને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતાં. તેમજ વ્રજભૂમિ મિશન મંગલમ્ ગૃપને રૂ. ૧.૫૦ લાખની સહાયનો ચેક અપાયો હતો.

Related posts

Leave a Comment