હિન્દ ન્યુઝ, દાહોદ
દેવગઢ બારિયા ખાતે પ્રી-સ્ક્રુટીની(નિવાસી તાલીમ) સંરક્ષણ ક્ષેત્રેમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો રોજગાર કચેરી ખાતે આવી રૂબરૂ અરજી કરેલ હોય કે ના પણ કરેલ હોય તેવા જીલ્લાના ઉમેદવાર માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૮:૩૦ કલાકે મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે આ તાલીમમાં જોડાવવા માંગતા ઉમેદવારોને તેઓ તાલીમ લેવા માટે ફિટ છે કે કેમ તેની ચકાસણી માટે કેમ્પ રાખેલ છે. આ પ્રી-સ્કુટીની માં હાજર રહી તાલીમમાં જોડાવા ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીના અને ધો.૧૦ પાસ ૪૫ ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ કે તેથી વધુ તેમજ ૧૬૦૦ મીટર દોડ ૬ મીનીટમાં દોડાવી ફરજીયાત છે. ૧૬૮ સેમી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા(એસ.ટી માટે ૧૬૨ સે.મી કે તેથી વધુ) તેમજ ૫૦ કી.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી છાતી ધરાવતા પુરુષ અપરણિત ઉમેદવારોને મહારાજા જયદીપસિંહજી સ્પોર્ટસ કોમ્લેક્ષ દેવગઢ બારીઆ ખાતે ઉપસ્થિત રહેવું. તેમજ વધુ માહિતી માટે જીલ્લા રોજગાર કચેરી, દાહોદ જીલ્લા સેવા સદન કલેકટર બિલ્ડીંગ ત્રીજો માળ રૂમ.નં-૩૧૪,૩૧૫ પર રૂબરૂ સંપર્ક કરી શકાશે. તેમજ હેલ્પ લાઈન નંબર ૦૨૬૭૩-૨૩૯૧૫૯૫ર સંપર્ક કરવા રોજગાર અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.
