કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર યોજાઇ એક દિવસીય તાલીમ

હિન્દ ન્યુઝ, આણંદ 

    આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલીક્લિનીક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ અને કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે ઈજનેરી દિવસ નિમિત્તે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

તાલીમ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી ૪૫ જેટલા ખેડૂતો તથા કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, દાહોદના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે ડૉ. એફ. જી. સૈયદ, યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, કૃષિ સંશોધન કેન્દ્રો, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને તથા વિદ્યાર્થીઓને આવકાર્યા. તદુપરાંત તેઓએ કૃષકો માટે મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા અને ફૂડ ઈજનેરી અભિગમો બાબતે વિગતવાર માહિતી આપી હતી.

પ્રો. એસ. એસ. ચિંચોરકર, આચાર્ય અને યુનિટ વડા, કૃ.ઈ.પો., દાહોદ થકી નવીનત્તમ ઈજનેરી અભિગમો-તકો તથા કૃષિ ઈજનેરી કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો વિષે વિસ્તૃત માહિતી આપી. વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, ડૉ. જી. કે. ભાભોર દ્વારા ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આકૃયુ, દાહોદ ખાતે કાર્યરત જુદી જુદી વિસ્તરણની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપેલ. પ્રો. સી. વી. જાદવ, મદદનીશ પ્રાધ્યાપક, કૃ.ઈ.ટે.કો., આકૃયુ, ગોધરાએ યાંત્રિકીકરણ થકી આદર્શ ઢબે ખેતી પદ્ધતિ વિષે ખેડૂતો તથા વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. ડૉ. એમ. એમ. પંડ્યા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, દાહોદ દ્વારા કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલ કોદરાની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંશોધિત જાતો અને તેની લાક્ષણિકતાઓ વિષે ખેડૂતોને પ્રત્યક્ષ માહિતી આપી હતી.

અત્રેના કેન્દ્રના ખેતી અધિકારી, શ્રીમતી એસ. બી. પારગીએ ખેડૂતોને બીજ ઉત્પાદન માટે ઉપયોગી આયામો વિષે જાણકારી આપેલ. ડૉ. એ. ટી. રાવલ, રીસર્ચ એસોસિયેટે દાહોદ જિલ્લાના મુખ્ય પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપેલ તથા કેન્દ્ર ખાતેના મ્યુઝીયમની મુલાકાત કરાવી હતી.

અત્રેના કેન્દ્રના સ્ટાફ મિત્રોએ ખેડૂતોને સંશોધન ફાર્મની મુલાકાત કરાવેલ તથા કેન્દ્ર ખાતે કાર્યરત જુદા જુદા પાકોના સંશોધન અખતરા અને બીજ ઉત્પાદન વિષે પ્રત્યક્ષ માહિતી આપેલ. ખેડૂતોએ પણ તેઓના પ્રતિસાદમાં જણાવેલ કે આવા કૃષિલક્ષી તાલીમ કાર્યક્રમોમાં વખતો વખત હાજરી આપશે. કાર્યક્રમને અંતે, ડૉ. એ. ટી. રાવલે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment