શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ – પરેશભાઈ સોરઠીયા

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.

    પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, NMMS(નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયની તૈયારીઓ હું વિદ્યાર્થીઓને કરાવું છું. હું શાળાના સમય સિવાયના સમયમાં સવારના ૯:૦૦ થી ૧૦:૩૦ દરમિયાન એક્સ્ટ્રા લેકચર લઈને ધો.૫ અને ધો.૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપુ છું. અત્યાર સુધીમાં મારા બાળકો પૈકી ૫ વિદ્યાર્થીઓ નવોદયમાં, ૨૯ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનામાં, ૫૬ વિદ્યાર્થીઓ CETમાં તથા ૫૩ વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષામાં મેરીટમાં આવ્યા છે. આ વર્ષે પણ ૩૦ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં મેરીટમાં આગળ આવે તેવા મારા પ્રયત્નો છે. જેમાં સ્કુલ મેનેજમેન્ટ કમિટી અને શિક્ષકોનો પણ મને સાથ સહકાર મળી રહે છે.

Related posts

Leave a Comment