રાજકોટ શહેરમાં ૫૪.૮૧ કરોડનું ઈ-વે બીલ કૌભાંડ, વેપારીની કરવામાં આવી ધરપકડ

 

રાજકોટ,

તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ G.S.T વિભાગ-૧૦ ના સંયુક્ત કમિશનર ડી.વી.મહેતા દ્વારા થોડા સમય પહેલા બોગસ બીલીંગ દ્વારા માલનું વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમીના આધારે રાજકોટ અને મોરબીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાયધન ગોવિંદ ડાંગર નામના વેપારીની પેઢી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીરામીક કોમોડીટીના ત્રાહીત વ્યક્તિના નામે દસ્તાવેજોનો દૂર ઉપયોગ કરી ઇ-વેબીલ જનરેટ બીલ વગર માલનું વેચાણ કરી ભરવાપાત્ર વેરો ન ભરી કરચોરી સામે આવતા ડેટા એનાલીસીસ કરી કેટલાક કેસોમાં છળકપટની કામગીરી કરવામાં આવી હતી. સીરામીક પ્રોડક્ટ ઉપર રૂા.૫૪.૮૧ કરોડના ઈ-વેબીલ જનરેટ કરી રૂા.૯.૭૩ કરોડની G.S.T ચોરી કરતા હોવાની સામે આવતા રાજકોટના એક વેપારીની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા G.S.T વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. સરકારને ચુનો લગાડનાર વેપારીઓ સામાન્ય માણસોના દસ્તાવેજોના નામે પેઢીઓ ખોલી હોવાનું તપાસમાં આવતા અને દસ્તાવેજોનો દૂરઉપયોગ કરવા બદલ ગુજરાત માલ અને સેવાકર અધિનિયમ ૨૦૧૭ની કલમ.૧૩૨ હેઠળ ગુનો કરેલ હોય કલમ-૬૯ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. અને કસ્ટોડિયલ ઈન્ટેગ્રેશન મેળવવા તપાસની તજવીજ હાથ ધરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment