હિન્દ ન્યુઝ, ભાવનગર
વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) માં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી બંઘ રાખવામાં આવશે જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંઘ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
