હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં અગામી તા.૪ મે ના રોજ યોજાનાર NEET(UG)-૨૦૨૫ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેમ કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરુ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ કલેકટરએ લગત અધિકારીઓને આપી હતી.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં આગામી તા.૪ મેના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ના સમય દરમિયાન કુલ ૫ પરીક્ષા કેન્દ્રો જેમાં કે.વી.-૧ એરફોર્સ સ્ટેશન જામનગર, કે.વી.-૩ એરફોર્સ સ્ટેશન જામનગર, કે.વી.-૨ ઇન્સ જામનગર, કે.વી.વાલસુરા તથા જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા ખાતે કુલ ૮૧ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તથા ૧૯૪૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
