હિન્દ ન્યુઝ, વેરાવળ
વેરાવળ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તથા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે નવીકરણ પામેલી સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહેસુલ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં નોંધણી નીરિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની તાબા હેઠળની ૨૬ રજીસ્ટ્રાર કચેરીઓને અપગ્રેડેશન માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ગીર સોમનાથ જિલ્લાની કચેરીનું પણ અંદાજિત રૂ.૩૫ લાખના ખર્ચ અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હવેથી કે.કે.મોરી સ્કૂલ પાછળ, બી.એસ.એન.એલ ઓફિસની બાજુમાં, એસ.ટી.રોડ વેરાવળ ખાતે કચેરી કાર્યરત થતાં નાગરિકોને સબ રજીસ્ટ્રર કચેરી સંબંધિત વિવિધ સેવાઓનો બહોળો લાભ મળશે.
આ લોકાર્પણ અવસરે સબ રજિસ્ટ્રાર ડી.કે.શામળા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સભ્યો, વકીલો, વેપારી મંડળ તેમજ જમીન -મકાનના ધંધાર્થી બ્રોકરોએ ઉપસ્થિત રહ્યાં હતાં.