હિન્દ ન્યુઝ, આણંદ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ માટે અનોખું પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલવે પ્રસાશન તરફથી સ્થાનિક વિસ્તારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા વેપારીઓને નજીવા દરે દુકાન ફાળવવામાં આવે છે.
જે અંતર્ગત આણંદ જિલ્લામાં આણંદ રેલવે સ્ટેશન તરફથી મિશન મંગલમ હેઠળ ચાલતી ૭૦ બહેનો દ્વારા ચલાવવામાં આવતી ગામઠી ગામની આસ્થા સખીમંડળને ફાળવવામાં આવી છે.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના સૂત્રને આણંદ રેલવે સ્ટેશન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. જેમાં ગામઠી ગામની આસ્થા સખીમંડળે હેન્ડી ક્રાફટ, ભરતકામની વિશેષતા ધરાવતી શાલ તથા અન્ય સ્થાનિક ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આણંદ રેલ્વે સ્ટેશન તરફથી સ્ટોલ ફાળવવામાં આવી છે. જેના થકી સ્થાનિક ચીજ-વસ્તુઓને વેચાણ માટે મોકાનું પ્લેટફોર્મ મળશે,તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે આસ્થા સખીમંડળના સંચાલક શ્રીમતી કૈલાશબેન ચૌહાણે પણ જણાવ્યું હતું કે, અમારી સ્થાનિક પ્રોડક્ટને વેચાણ માટે સારૂ મંચ મળ્યું છે, તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉદ્દધાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે વી દેસાઈ સહીત સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.