હિન્દ ન્યુઝ, બોટાદ
બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાનાર છે.
બરવાળા તાલુકાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકાય છે.
સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ મામલતદારશ્રી, બરવાળા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.