હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અપરણિત મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર જનરલ ડ્યૂટી (વુમન મિલીટરી પુલિસ) તેમજ પુરૂષ ઉમેદવારો માટે સિપોઈ ફાર્મા, નર્સિંગ આસિસ્ટંટ, હવાલદાર, જુનિયર કમિશન ઓફીસર અને રિલીજીયસ ટીચર જેવી વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.જેની લઘુત્તમ શૈક્ષણિક અને શારીરિક લાયકાતની માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ઓફીશીયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી, તેમ ભાવનગર જિલ્લા રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
