રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘નેશનલ સાયન્સ ડે 2025’ની ઉજવણી નિમિતે ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશેષ પ્રવૃતિઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

             યુનાઈટેડ નેશન્સ દ્વારા 2015 માં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ દિવસ સ્થાપીત કરવામાં આવ્યો. દર વર્ષે જુદી જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘અનપેકિંગ સ્ટેમ કરિયર:હર વોઇસ ઇન સાયન્સ’ છે. તા.11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ ઉજવણીના ભાગરૂપે ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં એવી મહિલાઓને યાદ કરવામાં આવી કે જેમને અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ભારતને ગૌરવ અપાવ્યું. જુદા જુદા ક્ષેત્રમાં આગળ આવેલ મહિલાઑ જેવી કે કલ્પના ચાવલા, મેરી ક્યુરી, કદમબીની ગાંગુલી તથા નોબેલ પુરસ્કાર મળેલ હોય તેવા ક્ષેત્રમાં આગળ સ્ત્રીઑ વિષે માહિતી આપી અને ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ દ્વારા વિદ્યાર્થીનીઑને પ્રોત્સાહિત કરવામાં આવી.

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે તારીખ 1 થી 28 ફેબ્રુઆરી દરમિયાન નેશનલ સાયન્સ ડે 2025 ની ઉજવણી નિમિતે ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશેષ સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ માટે ઘણી જ રસપ્રદ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેસિક સાયન્સ એક્સપેરિમેન્ટ, પોપ્યુલર સાયન્સ ટોક, સાયન્સ & ટેકનોલોજી આધારિત ક્વિઝ, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ, સ્કાય ગેઝિંગ, ક્લાયમેટ ચેન્જ ગેમ અને બીજું ઘણું બધુ.. જેમાં ભાગ લેવા ઇચ્છુકએ વધુ માહિતી માટે આપેલ નંબરનો સંપર્ક કરવો. -7874242632

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

Related posts

Leave a Comment