હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
‘૧૦૮ સેવા’ કટોકટીની પળોમાં આશીર્વાદ સમાન બને છે. આવો જ એક કિસ્સો કોડિદ્રામાં બન્યો હતો. જ્યાં તાલાલા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવામા આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ અંગે ઇએમટી યોગેશભાઇએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાના કોડિદ્રા ગામે સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુઃખાવો થતા તાલાલા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો.
જેથી ફરજ પરના કર્મચારી ઈએમટી અને પાયલોટ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ મહિલાને દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે સ્થળ પર જ ડિલિવરી કર વાની ફરજ પડી હતી. કટોકટીની પરિસ્થિતિમાં ગર્ભનાળ પણ બાળકના ગળામાં વીંટળાયેલી હતી. જોકે, ૧૦૮ના બાહોશ કર્મચારીઓએ આ જોખમભરી પરિસ્થિતિમાં પણ સરળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.
૧૦૮ હેડ ઓફિસના ડૉક્ટરની સલાહ મુજબ કામ કરતાં કર્મચારીઓએ માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો અને બંનેને સલામત સિવિલ હોસ્પિલમાં વેરાવળ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ રીતે ડિલિવરી સફળતાપૂર્વક કરી જીવ બચાવતા સગા-સંબંધીઓએ ૧૦૮ના કર્મચારીનો આભાર માન્યો હતો.