હિન્દ ન્યુઝ, પ્રયાગરાજ
તા. 03-02-2025 ના રોજ “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સાથે મુલાકાત લેતા પૂ.શ્રી દેવકીનંદન મહારાજ સાથે “સનાતન બોર્ડ બનાવવા માંટે વિતૃત ચર્ચાઓ કરી હતી. જેમાં દેશના મંદિરોનાં રૂપિયા મંદિરનાં જ વિકાસ માટે વાપરવામાં આવે, જેથી આપણી હિન્દુ સંસ્કૃતિ જાણવણી કરવામાં આવે. મંદિર ઉપર સરકારનું નિયંત્રણ ખુબ અનિવાર્ય હોય,..” આ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે બાદ પૂ .શ્રી શ્રી રવિશંકર મહારાજ ની મુલાકાત લીધી હતી. જેમાં પ્રવિણભાઈ તોગડીયા ને શિવલિંગ ના દર્શન કર્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, રાષ્ટ્રીય મંત્રી પ્રદિપભાઈ ગોર, રાષ્ટ્રીય બજરંગદળ ના અધ્યક્ષ મનોજસિંહ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, આગરા લકી વર્મા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂ .શ્રી સંતો, મહંતો એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ ની સેવાકીય પ્રવૃત્તિઓ ને બીરદાવી હતી. પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધ સ્થળોએ ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સાથે મફત (ફ્રી) મેડિકલ સેવાઓ પણ આપવામાં આવી રહી છે. આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભ મેળો માં ઠંડી નું પ્રમાણ વધુ હોવાના કારણે ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યું છે.