હિન્દ ન્યુઝ, કાલાવડ
રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે કાલાવડ બાર એસોસિએશન ‘બાર અને બેંચ’ નાં ઉપક્રમે જામનગર જી.જી હોસ્પિટલ ના ડોક્ટરોના સહકાર સહયોગ થી કાલાવડ કોર્ટ બિલ્ડીંગ ખાતે “બ્લડ ડોનેશન કેમ્પ” યોજાયો.
આ બ્લડ ડોનેશન કેમ્પ માં કાલાવડ પ્રિન્સીપાલ સીવીલ જજ એન્ડ જયુડિ. મેજિસ્ટ્રેટ (ફ.ક.) આર.કે.ટંવર નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી “રક્તદાન કેમ્પ” ની શરૂવાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં એ.પી.પી. કારિયા, સી.ઓ.સી. એમ.આર.ગઢવી સાથે વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી જયેશભાઈ વાઘાણી દ્વારા તમામ રક્તદાન કરનાર રક્તદાતાઓનું સ્વાગત કરેલ સાથે “અભિવાદન પત્ર” આપી સન્માન પણ કરવામાં આવેલ.
વધુમાં, ‘આપે હૃદય ધર્મ બજાવી સ્વેચ્છિક રક્તદાન કરી બુઝાતી જિંદગીને જીવનદાન આપેલ છે, તે માટે અભિનંદન સાથે આપ સ્વેચ્છિક રકતદાનનો મહિમા સમાજમાં ફેલાવશો અને આ માનવ કલ્યાણ યજ્ઞમાં હંમેશા સહયોગ આપતા રહેશો એવી અભ્યર્થના’ એમ બાર એસોસિએશન નાં પ્રમુખ જયેશભાઈ વાઘાણીએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બાર અને બેંચનાં પદાધિકારીઓ અને સભ્યોના અથાગ પ્રયત્નો થી આજના રકતદાન કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો.