PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

      ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી. 

        આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.સુમૈયા મુલ્લા, ડો.વર્ષા ઠક્કર, ડો.અજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment