જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક સંપન્ન થઈ

હિન્દ ન્યુઝ, તાપી

   તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ, વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. 

તાપી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો, ખાતાકિય તપાસ, એજી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસદ/ધારાસભ્યઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો, જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સંકલન બેઠકના અધ્યક્ષ જણાવ્યું હતું કે કોઈપણ કચેરીમાં કચેરી કક્ષાએ કોઈ કામ પેન્ડિંગ ન રહે તે અંગે કાળજી લેવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત જએ સરકારી લેણાની વસૂલાત ન થતી હોય ત્યાં બોજો નાખવા માટેની શરૂઆત કરવા સૂચના આપી હતી. 

અધિક નિવાસી કલેકટર એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના ઈ કેવાયસી કરાવવા જોઈએ તે બાબતે ટકોર કરી હતી. 

 સંકલન સમિતિની આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર બોરડ, વ્યારા પ્રાંત અધિકારી, નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ તથા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment