વલસાડ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતો માટે જરૂરી વિગત

હિન્દ ન્યુઝ, વલસાડ

   વલસાડ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂત મિત્રોને જણાવવાનું કે, નાયબ બાગાયત નિયામક, જિ.વલસાડ કચેરી હસ્તકના ફળરોપા ઉછેર કેન્દ્ર, ચણવઇ ખાતે આંબા કલમ, લીંબુ રોપા, આંબા બાટા, રાયણ બાટા, સરગવો તેમજ શાકભાજી પાકોના ધરૂ (રીંગણ, ટામેટાં, મરચાં, કોબીજ, ફ્લાવર વિગેરે) વેચાણ માટે ઉપલબ્ધ છે તેમજ ખેડૂતોની જરૂરિયાત મુજબ રાહત દરે ઉછેરી આપવામાં આવશે. જેમાં રસ ધરાવતા ખેડૂતોએ ૮-અ, ૭/૧૨ અને ઓળખપત્રની નકલ સાથે ફળરોપા ઉછેર કેન્દ્ર, ચણવઇ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે, ચણવઇ-રાબડા રોડ, તા.વલસાડ, જિ.વલસાડ (મો- ૯૦૩૩૮૪૮૦૧૦) કચેરીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, જિ.વલસાડ કચેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment