હિન્દ ન્યુઝ, સુરત
સુરત શહેર-જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ૧૦૦% વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવા અંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલયના નિર્દેશ અનુસાર જિલ્લા કલેકટરએ તા.૧૫થી તા.૩૧ ડિસેમ્બર દરમિયાન તમામ કચેરીઓમાં જળસંચયના ટ્રકચર્સ ઊભા કરવા અધિકારીઓને સુચના આપી હતી.
આગામી બે દિવસમાં સરકારી કચેરીઓની તમામ મિલકતોનું સર્વેક્ષણ કરીને જરૂરી માહિતી એકત્ર કરવા કરીને સરકારી મિલકતોમાં વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ પુર્ણ કરી તા.૩૧ ડિસેમ્બર સુધી કામગીરીનો ડેટા ફોટો સાથે પોર્ટલ પર અપલોડ કરવાની હિમાયત કરી હતી.
વઘુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં પ્રથમ તબક્કામાં સરકારી કચેરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયા બાદ, બીજા તબક્કામાં ઔદ્યોગિક એકમો અને નોટીફાઈડ એરિયામાં પણ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સ સ્થાપવા માટે આયોજન હાથ ધરાશે. નોંધનીય છે કે, આ વોટર હાવેસ્ટીંગનું સ્ટ્રકચર ડિઝાઇન મુજબ રૂ.૧૨થી ૧૫ હજારમાં થાય છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિત પ્રાંત અધિકારીઓ અને અન્ય કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.