હિન્દ ન્યુઝ, સાવરકુંડલા
ચુંટણી ટાઇમે વચનો આપીને અભી બોલા અભી ફોક નહિ પણ વચનોને વંદન સાથે નિભાવવાની કુનેહભરી આવડતના મહારથી હોય તો તે છે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાલા. સાવરકુંડલા શહેરમાં નવલગંગા ગણાતી નાવલી નદીના પુનઃર્જીવન માટેના નાવલી નદી પર રિવરફ્રન્ટ બને તેવા ચૂંટણી ટાઇમે ઉમેદવાર બની આવેલા મહેશ કસવાળાએ સ્વપ્નો બતાવ્યા હતા ત્યારે લોકો કસવાળાની વાતોને હાંસી માં ઉડાવતા હતા કે અમદાવાદથી આવીને સાવરકુંડલા ને દીવા સ્વપ્નો બતાવે છે પણ બોલીને પાળી બતાવવાની આવડત સાથેની કાર્યદક્ષતા એકમાત્ર ધારાસભ્ય મહેશ કસવાલાએ સાબિત કરી બતાવી અને સાવરકુંડલાના આંગણે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ભૂગર્ભ ગટર યોજના 2 અને રિવર ફ્રન્ટ નું ખાત મુહર્ત કરેલ હતું.
યુવા ભાજપના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ને બાદ માનવ મંદિર અને પરમ પૂજ્ય ઉષા મૈયા ના આશીર્વાદ મુખ્યમંત્રી પટેલે મેળવ્યા હતા ને સાથે સાથે અમૃતવેલ ગામે જીજ્ઞેશ દાદા રાધે રાધે ની કથામાં પણ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાદ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોના મસીહા સાબિત થયેલા ભગવાન બાપા કસવાળાના સ્ટેચ્યુનું અનાવરણ મુખ્યમંત્રી એ કર્યું હતું.
ત્યાર બાદ માર્કેટીંગ યાર્ડ ખાતે જંગી જાહેરસભાને ધારાસભ્ય મહેશ કસવાલા, પ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિર, સહકારી નેતા દિલીપ સંઘાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હજારોની જનમેદનીને સંબોધન કર્યું હતું ને વિકાસની યાત્રા આગળ ધપાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન ને આગળ ધપાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આજના કાર્યક્રમમાં સૌથી ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જનસભા વખતે અમરેલી જિલ્લાના ચુંટાયેલા 5 ધારાસભ્યો, સાંસદ સાથે પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ સહિત ભાજપના પ્રથમ હરોળના નેતાઓ મંચસ્થ જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્ય મહેશ કસવાલા સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્ર સાથે આગળ ધપી રહ્યા હોવાનું જણાઇ રહ્યું હતું તેમ સત્વ અટલ ધારા કાર્યલાયના ઇન્ચાર્જ જે.પી. હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું હતું.