જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ખાતે આઉસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ

પંચમહાલ,

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર ખાતે કાર્યરત જિલ્લા પંચાયત પંચમહાલ કચેરી ખાતે ચોમાસુ ઋતુ દરમ્યાન દર વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયે રાજય સરકાર હસ્તકના રેગ્યુલર કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે ફરજો સુપ્રત કરવામાં આવતી હોય છે. ત્યારે ચોમાસા ઋતુ ના આગોતરા આયોજન માં આઉસોર્સિંગ થી કોન્ટ્રાક્ટ માં ફરજ બજાવતા કર્મચારીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. એક દમ મજૂરી વર્ગ જેવા પગારમાં કામ કરતા કોન્ટ્રાકટ વાળા કમચારીઓ પાસે થી અધધ વિવિધ પ્રકારના ટેક્સ સરકાર દ્વારા વસૂલવામાં આવતા હોય છે. જી.એસ. ટી.૯ % સી.જી.એસ. ટી. ૯ % ઈનકમ ટેક્સ, પ્રોફેનલ ટેક્સ, ઇ.એસ. આઇ. ટેક્સ,પી.એફ. જેવા અનેક ટેક્સ વસૂલવામાં આવતા હોય છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે કેટલાક કોન્ટ્રાક્ટ માં કામ કરતા કર્મચારીઓને ઇ.એસ.આઇ. કાર્ડ વિશે કઈજ ખબર નથી. શું એજન્સી ના સંચાલકો ધ્વારા કર્મચારીઓને ઈ.એસ.આઈ .નંબર આપવામા આવે છે કે કેમ ? રાજય સરકારના રેગ્યુલર કર્મચારીઓની જેમ ફરજ પ્રત્યે કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ ની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. ગુજરાત રાજયમાં દિવસે દિવસે રેગ્યુલર કર્મચારીઓ નિવૃત્ત થતાં તેઓની ખાલી જગ્યાઓ સરકાર દ્વારા સમયસર ભરવામાં ન આવતા ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ આઉસોર્સિંગ થી કામ કરતા કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી મહત્વની ફરજો સુપ્રત કરી રહયા છીએ , પરંતુ આઉસોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓના માસિક પગારમાં કોઈ જ વધારો કરવામાં આવતો નથી તેમજ આઉસોર્સિંગ કર્મચારીઓને પાસે થી રેગ્યુલર કર્મચારીઓ જેટલુજ કામ કરાવવામાં આવતું હોય છે અને કોઈ કર્મચારી કામગીરીમાં ઉદાસીનતા દાખવે ત્યારે તેવા લાચાર કર્મચારીઓ ને નોકરી માંથી કાઢી નાખવા અંગે વારંવાર ધમકીઓ આપવામાં આવતી હોય છે. એવું આઉસોર્સિંગ કર્મચારીઓમાં અંદરો અંદર ચર્ચાઈ રહયું છે. તદઉપરાંત આઉસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીઓને ડિઝાસ્ટર, કોરોના મહામારી જેવી અગત્ય ની કામગીરી સુપ્રત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકાર ના પંચાયત વિભાગ માં કાયમી ધોરણે ફુલ પગાર માં કામ કરતા કર્મચારીઓને લીલાલેર અને માલામાલ સાથેનો વહીવટ જોવાઈ રહયો છે. શું જિલ્લાના જવાબદાર અધિકારીઓ જિલ્લા લાચાર, ગરીબ, ઉચ્ચ કક્ષા નું પીઠબળ ન ધરાવતા આઉસોર્સિંગ કર્મચારીઓને ન્યાય આપશે કે કેમ ? એ હવે જોવું રહ્યું.

રિપોર્ટર : સુફીયાન કઠડી, ગોધરા

Related posts

Leave a Comment