રાજકોટ શહેરમાં ગત રોજ જે કેસ આવ્યા તેમા ૧૯૩ મકાનમાં ૮૪૧ વ્યક્તિ ક્વોરન્ટાઇન કરવામા આવ્યા

રાજકોટ,

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવ્યા હતા. આ દર્દી જ્યા રહેતા હોય તેમના આસપાસના મકાનોને ક્ધટેઇનમેન્ટ ઝોન હેઠળ લેવામા આવ્યા છે. તેમા રહેતા પરિવારને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. ગતરોજ જે ૫૦ કેસ આવ્યા હતા. તેમા દર્દીના નામ-સરનામા તો જાહેર કરવામા આવ્યા નથી. પરંતુ આ દર્દીના આસપાસના ૧૯૩ મકાનના ક્ધટેઇનમેન્ટ ઝોન અને તેમા ૮૪૧ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા હોવાની જ વિગત મનપાએ જાહેર કરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment