હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઈણાજ ખાતે ઈ-કે.વાય.સી કેન્દ્ર ખાતે ચાલતી જાણકારી અને સમીક્ષા માટે પહોંચ્યા હતાં.
કલેક્ટરની આ મુલાકાત સમયે જ શાળામાં મધ્યાહ્ન ભોજનનો સમય હોવાથી બાળકો ભોજન લઈ રહ્યાં હતાં. આ જોઈને તેમણે બાળકો પાસે જઈને ભોજનની ગુણવત્તા તથા મધ્યાહ્ન ભોજન કેવું લાગે છે? તે વિશેની જાણકારી મેળવી હતી.
કલેક્ટરએ મધ્યાહ્નભોજનના સંચાલક તથા શાળાના આચાર્યને બાળકોને દરરોજ નિયમિત ધોરણે મળતા પૌષ્ટિક આહાર વિશેની જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે ઇણાજ ગામના સરપંચ હરેશભાઈ વાળા, ઈણાજ શાળાના આચાર્ય રાણાભાઈ વાળા, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.