ઈણાજ ખાતે ઈ-કેવાયસી સેન્ટરની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનથ

   જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજ રોજ ઈણાજ ખાતેના ઈ-કે.વાય.સી સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ રાશનકાર્ડ ઈ-કેવાયસી અંગેની પ્રક્રિયા વિશેની જાણકારી મેળવી તે અંગે પડતી મુશ્કેલીઓ અને તે માટેના ઉપાયોની ચર્ચા કરી હતી.

કલેક્ટરએ ઈ-કે.વાય.સી માટે ઉપસ્થિત કર્મચારીઓને નાગરિકોને અગવડતા ન પડે તે અનુસાર સુનિયોજિત આયોજન કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં રાશન કાર્ડમાં ઈ-કે.વાય.સી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લાની ગ્રામ પંચાયત ખાતે વીસીઈ દ્વારા ઈ-કે.વાય.સી કરાવવામાં આવે છે ત્યારે આજરોજ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા પ્રાથમિક અધિકારી અશોક પટેલ સહિતના અધિકારીઓએ ઇણાજ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેક્ટરએ રાશનકાર્ડમાં ઈ-કે.વાય.સી કામગીરી તેમજ કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અંગે પ્રાથમિક માહિતી મેળવી હતી અને ઈ-કે.વાય.સી કરાવવા આવેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.

આ તકે ઇણાજ ગામના સરપંચ હરેશભાઈ વાળા, ઈણાજ શાળાના આચાર્ય રાણાભાઈ વાળા, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment