હિન્દ ન્યુઝ, મોરબી
ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા મોરબીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે સંસ્કૃતિ કાયૅક્રમ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
મોરબી ખાતે વિધ્ન હરતા દુંદાળા દેવ ગણેશ મહોત્સવની ઠેર ઠેર હષૅઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ત્યારે ભકિભાવથી ભકતો પુજન અચૅના, આરતી, થાળ, ઘરવામાં આવી રહ્યો છે જેમાં ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા ઘંટીયા-પા શેરી ખાતે ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઘંટીયા-પા શેરી ના ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વે ભક્તો સવાર સાંજ આરતીનો લાભ લઈ રહ્યા છે. બાળકોથી માંડીને વૃદ્ધો સહિત ના ભક્તો ગણપતિ મહારાજની ભક્તિ ભાવ થી લીન બન્યા છે, તો આરતી અને પુજન રાત્રિ રાસ-ગરબા તથા સત્ય નારાયણ ભગવાનની કથા સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હષૅઉલ્લાસ અને ઉત્સાહ ભેર ઉજવવામાં આવશે. આથી ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા સર્વે ભક્તો ને બાપ્પા નાં પૂજન માં સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
રિપોટૅર : પિયુષ વાઢારા, મોરબી