આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ આણંદ જિલ્લાના તાલુકા, શહેર અને ગામોને જોડતા માર્ગ-મકાન સ્ટેટ અને પંચાયત હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું.

        જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આપેલી સૂચના મુજબ જિલ્લામાં ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં નૂકશાન પામેલ નાના-મોટા રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ, મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

        આ માટે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે, તે મુજબ જિલ્લામાં રામોદડી -માનપુરા, ભેટાસી- ભાણપુરા, કાસોર – દલાપુરા, ખેરડા – વાડીનાથપુરા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related posts

Leave a Comment