હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી પર સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા.
કૈલાશ પર્વત એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારમાં કૈલાશ પર્વત વચ્ચે બિરાજમાન સોમનાથ મહાદેવ શ્રદ્ધાળુને દર્શન દઈ રહ્યા હોય તેવી પ્રતિકૃતિ રચવામાં આવી હતી.
સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તોના માનસ પટલ પર કૈલાશ દર્શન કર્યા નો ભાવ સર્જાયો હતો. આ અનુભવ શૃંગાર ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.