સિલ્વર સ્કાય સોસાયટીમાં સ્વાતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી

હિન્દ ન્યુઝ, બરોડા

     હરણી સમા લીંક રોડ સ્થિત સિલ્વર સ્કાય સોસાયટીમાં સ્વાતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી. સોસાયટી ના પ્રમુખ ની અધ્યક્ષતા મા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સાથે સોસાયટી મા નવ નિમાયેલ પ્રમુખ હેતલભાઈ શાહ, મંત્રી સુરેશભાઈ બેગડા અને ખજાનચી ઝલકબેન શેઠ ને શિલ્ડ થી સન્માનિત કર્યા. ત્યારબાદ વિશેષ સિધ્ધિ હાંસલ કરનાર ધોરણ 10 ને 12 માં ઉતીર્ણ થયેલ અને નર્સરી થી 9 ને 11 મા ધોરણ મા ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી ને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા.

રિપોર્ટર : તપન ચોકસી, બરોડા


 

Related posts

Leave a Comment