રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ ની ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

         સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારત નું એક માત્ર આંતરાષ્ટ્રીય પત્રકાર સંગઠન ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને ભાગવત કથાકાર પ.પૂ.શ્રી કે.પી.બાપુ ની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ વિશેષ એવા રાજકોટનાં મેયરશ્રી નયનાબેન પેઢળિયા, રાજકોટ નાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઈ પોપટ ની ઉપસ્થિતિ માં ‘પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો.

      આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષ, મુખ્ય મહેમાનો, પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મિડિયા નાં પત્રકારો અને અન્ય મહેમાનો નો સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નાં સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરી તેમજ સંસ્થાપક ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા મુખ્ય અતિથિ વિષેશો ને પુષ્પ ગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી સર્વે મુખ્ય અતિથિ વિશેષ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

“પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” કાર્યક્રમ નાં અધ્યક્ષસ્થાને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી. બાપુ, મુખ્ય અતિથિ વિશેષ ભાજપનાં રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા, રાજકોટના ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ. ઈનાબેન વકાતર, ગુજરાત બાળ કલ્યાણ સમિતિ નાં ચેરમેનશ્રી ડો.પ્રિતેશભાઈ પોપટ તેમજ મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્યશ્રી સાથે CWC નાં સભ્યશ્રી શ્રીમતી રમાબેન હેરભા, રાજકોટ મહિલા મોરચાના પ્રમુખશ્રી શ્રીમતી કિરણબેન માકડીયા, જામનગર પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરશ્રી (વર્ગ -૧) સુરેશભાઈ ભીંડી, જામનગરથી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ ના સંયોજકશ્રી રવિરાજસિંહ જાડેજા, કાલાવડ નાં નામાંકિત એડવોકેટશ્રી જે.બી.લશ્કરી, મોરબીથી ઉપસ્થિત આર.એચ.એસ નાં ગુજરાત અધ્યક્ષશ્રી અશ્વિનભાઈ માકડીયા, ઉપાધ્યક્ષશ્રી દયારામભાઈ પટેલ, નિકાવા થી માતૃપ્રેમ ક્લિનિક નાં ડો. વિપુલ વિષ્નુસ્વામી, સીદસર મહિલા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત નાં પ્રમુખ સરોજબેન માકડિયા, રાજકોટ પૂજા હોબી સેન્ટર નાં સંચાલક શ્રીમતી પુષ્પાબેન રાઠોડ આ ભવ્ય એવોર્ડ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી તેઓ નાં વરદ હસ્તે પત્રકારોને ‘પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪’ થી સન્માનિત કર્યા હતા.

    રાજકોટ ખાતે યોજાયેલ આ ભવ્ય એવોર્ડ કાર્યક્રમમાં દેશભરના ૩૭ પત્રકારોને “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે ૯ ‘સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ એવોર્ડ, અન્ય ૩ પત્રકારો ને ‘સારા ઇન્ટરનેશનલ એવોર્ડ’ અને ૧ ‘ડોક્ટરેટ એવોર્ડ’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     રાજકોટ ખાતે યોજાયેલ “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પ્રમુખશ્રી સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર પ્રમુખશ્રી હસુભાઈ વોરા, જામનગર જિલ્લા મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, લોકપ્રિય સાહિત્યકાર મુકેશભાઈ બારોટ, કાલાવડ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શા.નાં આચાર્યશ્રી જયેશભાઈ પુંભડીયા, જામનગર જિલ્લા વિ.હિ.પ. મંત્રીશ્રી પ્રિતમસિંહ વાળા, બજરંગ દળ નાં જામનગર જિલ્લા વિભાગ સંયોજકશ્રી અમિતભાઈ જાદવાણી, જામનગર વિભાગ સહ સંયોજક સંજયસિંહ કંચવા, જામનગર ગ્રામ્ય સંયોજકશ્રી હેમંતસિંહ ચૌહાણ, જામનગર જિલ્લા સુરક્ષા સંયોજન અજયસિંહ જાદવ, RMC નાં રવીન્દ્રભાઈ બડગુજર, પ્રભાતભાઈ ડાંગર, ઉપસ્થિત રહ્યા હતા.

      રાજકોટ ખાતે ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન (સારા ઈન્ટરનેશનલ)’ દ્વારા આયોજિત “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નાં આ ભવ્ય કાર્યક્રમમાં સારા ઈન્ટરનેશનલ નાં રાષ્ટ્રીય મહિલા પ્રમુખશ્રી, ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા કારોબારી સભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના મોટાબેન અને રાજકોટ સેંટ ગાર્ગી સ્કૂલના સંસ્થાપક પ્રિન્સિપલ એવા શ્રીમતી રમાબેન હેરભાનાં માર્ગદર્શન હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

        ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા યોજાયેલ “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નાં આ ભવ્ય કાર્યક્રમમાં શ્રીમતી રમાબેન હેરભા દ્વારા સંચાલિત ‘સેન્ટ ગાર્ગી સ્કુલ’ ને સારા એસોસિએશન દ્વારા “સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” આપવામાં આવ્યો હતો. આ સાથે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવારભાઈ ચાવડા અને શ્રીમતી મીતાબેન ચાવડા દ્વારા સંચાલિત ‘ડૉ. સુભાષ યુનિવર્સિટી’ ને સારા ઈન્ટરનેશનલ દ્વારા “સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” આપવામાં આવ્યો હતો અને રાજકોટ ખાતે રોમીસિંગ બાહી, દીપા બાહી અને અવિનાશસિંગ બાહી દ્વારા સંચાલિત ‘ધ ગ્રેટ પંજાબી ધાબા’ (હોટલ) ને પણ સારા એસોસિએશન દ્વારા “સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

     સારા એસોસિએશન દ્વારા આયોજિત “પત્રકાર રત્ન એક્સેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” ના ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, રાજકોટ નાં મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને રાજકોટનાં ધારાસભ્યશ્રી ડૉ.દર્શિતાબેન શાહ ઓએ ‘ચોથો સ્થંભ’ ગણાતા પત્રકારો સમાજ માટે કેટલું મહત્વ ધરાવે છે એ અંગે વકતવ્ય આપી પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

      ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ નાં સંસ્થાપક – ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” માં ખાસ આમંત્રણને માન આપી કાર્યક્રમમાં પધારેલ મુખ્ય અતિથિ વિશેષો, મુખ્ય અતિથિઓ અને કાર્યક્ર્મમાં અન્ય રાજ્યો માંથી અને ગુજરાત ભરમાંથી પધારેલ સર્વે પત્રકારો, મહેમાનો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવનાર ‘સારા એસોસિએશન’ નાં શુભેચ્છકો અને આ કાર્યક્રમનું કવરેજ કરનાર મીડિયાકર્મીઓ નો ડૉ.સીમાબેન પટેલે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એક્સેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” દ્વારા સન્માનિત થયેલ પત્રકારો

મહેશ સાકરિયા, પીયુષ મેઘાણી, અમીરામ પુરોહિત, પૂજા દવે, વિજયલક્ષ્મી પંડયા, અરૂણ જોશી, મહેશ ટંડેલ, કાંતિલાલ ગોર, જીલુ પરમાર, સિદ્ધરાજજી ઠાકોર, નિખિલ પરમાર, ડો. કીર્તિ દેસાઈ, કિશન રાઠવા, ગૌરાંગ રાઠોડ, ડો.નરસંગ પટેલ, રવિ પરમાર, ભોજા ટોયટા, રવિ ઓજા, સંદીપ પરમાર, ડો.હીતેશ સુખડીયા, માનાજી ઠાકોર, મોનિશ ઢોલરિયા, નીલકંઠ જોશી, સંજય નંદેસરીયા, પિયુષ વઢારા, હેમલ માવધીયા, ઉત્તમગીરી ગોસ્વામી, રસિકજી ઠાકોર, શૈલેષ ગોહિલ, પ્રતિક ભટ્ટ, પ્રકાશગીરી ગોસ્વામી, પ્રતિક ભટ્ટ, મહેશ બાળા, તપન ચોક્સી, રાજા રબારી


‘સારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ એવોર્ડ દ્વારા સન્માનિત થયેલ

રમેશ પ્રસાદ સિંગ – બિહાર, વિશાલ સાવલા, મહેશ સાકરીયા, પિયુષ મેઘાણી, હિતેશ મોરી, ડૉ.હિતેશ સુખડિયા, ડૉ. સુભાષ યુનિવર્સિટી – જૂનાગઢ, સેન્ટ ગાર્ગી સ્કુલ – રાજકોટ, ધ ગ્રેટ પંજાબી ધાબા – રાજકોટ


‘સારા ઇન્ટરનેશનલ’ એવોર્ડ દ્વારા સન્માનિત થયેલ

ડૉ. સ્મિત પટેલ, હિતેશ મોરી, ત્રિવેણી રાઠોડ


‘માનદ ડોક્ટરેટ એવોર્ડ’ દ્વારા સન્માનિત થયેલ

શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ (કાલાવડ)


Advt.

Related posts

Leave a Comment