પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના 534 પોલિયો બૂથ પર 1,16,168 બાળકોને રસી અપાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.23 જૂન, પોલિયો રવિવાર થી તા.25 જૂન એમ ત્રણ દિવસો દરમિયાન 0 થી 5 સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના 534 પોલિયો બૂથ પર 1,16,168 બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં.

જિલ્લામાં વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડિનાર, ઉના અને ગીરગઢડાના વિવિધ સ્થળો સહિત જંગલના છેવાડાના નેસ અતિ દુર્ગમ વિસ્તાર જેવા કે કોઠારીયા, આસુન્દ્રી, ઘુડજીંજવા, લોઢી, લેરિયા, ટિંબરવા, સાજિયા અને આબુડી નેસમાં વસતા માલધારી લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને પોલિયોના ટીપાં આપી કર્મનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાએ અભિયાનના સુચારું સંચાલન, મોનિટરિંગ તથા આરોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ અરૂણ રોય સહિત આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા તા.24 અને 25 દરમિયાન બાકી રહેલા વિસ્તારમાં ઘરે-ઘરે જઈ કુલ ત્રણ દિવસમાં 1,34,533 બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે.


Advt.

 

 

Related posts

Leave a Comment