હિન્દ ન્યુઝ, આણંદ
હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વાર આગામી તા.૩૧ મે સુધી ઉષ્ણ અને ભેજયુકત હવામાનની આગાહી આપવામાં આવી છે.
હવામાન કેન્દ્ર અમદાવાદની ઉક્ત આગાહીમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ પણ થાય છે.જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૩૧ મે ૨૦૨૪ સુધી ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને તા. ૩૧ મે સુધી હીટ વેવ અને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નાગરિકોને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advt.