જિલ્લાની તમામ અદાલતોમાં તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૨૨/૦૬/૨૦૨૪ ના રોજ ગીર- સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તેવા હેતુસર નેશનલ લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કલેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે.

જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથના અધ્યક્ષ પી.એસ.ગઢવી તથા સેક્રેટરી કે.જી.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

Related posts

Leave a Comment