ગીર સોમનાથ જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્ટર નિભાવવુ ફરજિયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજયોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજીક તત્વો રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનો ખરીદી/લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જુના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના વિસ્તારમાં રજીસ્ટર્ડ ન થતા હોય તેવા વાહનો ભાડે આપનાર વેપારીઓ જયારે-જયારે આવા નવા/જુના વાહનોની લે વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્યારે જે તે વ્યક્તિને આવું વાહન વેચાણ કરેલ હોય, આવુ વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્યકિતને ભાડે આપેલ હોય તેવી વ્યકિત પાસેથી માહિતી આધાર પુરાવા તેમજ ઓળખ મેળવીને નીચેના નમુના પ્રમાણેના રજીસ્ટર્ડની નિભાવણી કરવાની રહેશે તેમજ જરૂરી જણાયે સક્ષમ અધિકારી માંગે ત્યારે તેઓને વિગતો પુરી પાડવાની રહેશે. જેમાં ક્રમ ૧થી ૫ અનુસાર વાહન કોને વેચેલ છે/કોની પાસેથી ખરીદેલ છે./કોને ભાડે આપેલ છે.તેનું પુરૂ નામ, જ્ઞાતિ(જાત), ઉમર, સરનામુ, કોન્ટેક નંબર, વાહનનો નંબર, પ્રકાર એન્જીન નંબર, તથા ચેસીસ નંબર, રજુ કરેલ આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, બેન્કની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બિલ, ટેલીફોન બિલ, ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી, વાહન કોને વેચેલ છે. કોની પાસેથી ખરીદેલ છે. કોને ભાડે આપેલ છે. તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહિતની માહિતી રાખવાની રહેશે. આ હુકમ તા.૧૮/૦૨/૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment