લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે સંકલ્પ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

જાન્યુઆરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી. તેમજ ઉપસ્થિત સર્વેએ સંકલ્પ રથના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.

કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ આગેવાન હિતેષભાઈ ગાગીયા, દાદુભાઈ ગાગીયા, અધિકારીગણ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

 

 

 

Related posts

Leave a Comment