બોડેલી તાલુકાના ખારાકુવા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા હોંશભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાના ખારાકુવા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.

         વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવની પ્રક્રિયા અંગેના ડેમોનું ખેડૂતોએ જાતનિરિક્ષણ કર્યું હતુ. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લીધા હતા.

  આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓની સહાયની બે લાભાર્થીઓએ સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રીમતી ગીતાબેન રાઠવા માન. સાંસદ છોટાઉદેપુર લોકસભા, અભેસીંગભાઇ તડવી માન. ઘારાસભ્ય સંખેડા વિઘાનસભા, શ્રીમતી શીતલકુંવરબા મહારાઉલ માન. તાલુકા પંચાયત પ્રમુખશ્રી બોડેલી, શ્રીમતી ઘર્મીષ્ઠાબેન રાઠવા ચેરમેન મહિલા અને બાળ વિકાસ જી.પં છોટાઉદેપુર, હિતેશભાઇ કોળી તાલુકા પંચાયત સદસ્ય બોડેલી, કાર્તિકભાઈ શાહ તાલુકા ભાજપા પ્રમુખ શ્રીમતી શરલાબેન બારયા સરપંચ તથા ગામના પદાધિકારીઓ, અધિકારીઓ/કર્મચારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા.

Related posts

Leave a Comment