ઝાલોદ તાલુકા ખાતે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કુંભની યાત્રા કાઢવામાંઆવી

હિન્દ ન્યુઝ, ઝાલોદ

     ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મુનખોસલા અને કાળિયા તળાવમાં અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત (પીળા ચોખા) કુંભની યાત્રા કાઢી સમસ્ત મંદિરોના દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું.

આગામી તારીખ 22 જાન્યુઆરી એ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ભગવાન શ્રીરામના ભવ્ય રાજ્યાભિષેકના કાર્યક્રમને વધાવવા
આજરોજ ઝાલોદ તાલુકાના મુનખોસલા અને કાળિયા તળાવ ગામમાં આવેલ મહાદેવ મંદિર થી ડીજે ના તાલે નાચતા ગાજતા ‘જય શ્રી રામ’ અને ‘મારું ગામ અયોધ્યા’ જેવા નારોઓ સાથે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ મુનખોસલા અને કાળીયાતળાવ ગામ વિસ્તારમાં આવેલા દરેક મંદિરોમાં અયોધ્યાથી આવેલ અક્ષત કુંભનું આમંત્રણ આપવામાં આવ્યું અને યાત્રામાં મુનખોસલા ગામના સરપંચ નરેશભાઈ માલીવાડ, વિપુલભાઈ માલીવાડ, ઝાલોદ નગરનાં સામજિક કાર્યકર્તા મનીષભાઈ પંચાલ, બળવંતભાઈ ખોડ, રાજેશભાઈ પરમાર સહિત ગામના ભક્તો, વડીલો, ભાઈઓ અને બહેનો જોડાયા હતાં.

રિપોર્ટર : દેવ હરિજન, ઝાલોદ

Related posts

Leave a Comment