છોટાઉદેપુર જિલ્લાનાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ભરૂચ ACB દ્વારા રંગે હાથ ઝડપાય

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ભ્રષ્ટાચાર, કટકી, નીવેદ, તોડ આ શબ્દો રોજીંદા જીવનમાં કેટલાય ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સાંભળવા મળતા હોય છે, દર થોડા દિવસે રાજ્યમાં ક્યાય ને ક્યાય કોઈ ને કોઈ કચેરીના અધિકારી કે પછી કર્મચારી સીધા જ કે વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપાઈ જવાના કિસ્સાઓ આપને સાંભળતા હોઈએ છીએ. આવોજ એક કિસ્સો આજે છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાનાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આજે લાંચ લેતા ભરૂચ ACB દ્વારા રંગે હાથ ઝડપાઇ ગયા છે. એક પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી જેને લઇને પતિએ અરજીના કામે મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરૂણાબેન કરસનભાઈ રાઠવાએ રૂ 10 હજાર ની લાંચ આપવાનું કહ્યું હતુ ત્યાર બાદ રૂ. 5000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ જે પૈકી તારીખ 4 જાન્યુઆરી નાં રોજ રૂ. 2000 લાંચ પેટે આપી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂ. 2000 આજરોજ આપવાના હતા. જે અનુસંધાને ભરૂચ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવતા આજરોજ મહિલા હેડ કોન્સ્ટેબલ અરૂણાબેન કરસનભાઈ રાઠવા લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

રિપોર્ટ : યાકૂબરઝા પઠાણ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment