પંડિત દિનદયાલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ બેડીનાકા હસ્તકનાં ૮૦ MLD માધાપર ખાતે શૈક્ષણિક વિઝીટ કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

તા.૩૦/૧૧/૨૦૨૩ અને તા.૦૧/૧૨/૨૦૨૩ રોજ સવારે ૦૯:૦૦ કલાકે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા બેડીનાકા ૮૦ MLD માધાપર ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજ રાજકોટના M.B.B.S અભ્યાસક્રમના બીજા વર્ષના કુલ ૧૫+૧૫ કુલ ૩૦ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટમાં ભાગ લીધો હતો. જેમાં આ વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી સમજી તથા રાજકોટ મહાનગરપાલિકા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સુએજ કલેક્શનથી ડિસ્પોઝલ સુધીની કામગીરી સમજી તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય નાગરિકનાં જીવન તથા આરોગ્ય પર પડતી અસરો અંગેની માહિતી મેળવી.

આ વિઝીટ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના એડી.સિટી.એન્જીનીયર. કી.પી.દેથરીયા તથા ના.કા.ઈ પી.એમ કાસુન્દ્રાનાં માર્ગદર્શન હેઠળ થયેલ તથા આ વિઝીટ વખતે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાનાં મ.ઈ.,યશ પટેલ, વર્ક આસીસટન્ટ રવિકુમાર સોલંકી, નવઘણભાઈ પ્રજાપતિ હાજર રહેલ.

પ્રદુષિત પાણીથી સુએજનાં પાણીની સામાન્ય નાગરિકનાં આરોગ્ય તથા જીવન પર પડતી અસરો તથા સુએજનાં ટ્રીટ થયેલ પાણીનાં પુન: વપરાશ અંગેની જાગૃતિ અને સમજણ કેળવવા માટે આ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવેલ.

Related posts

Leave a Comment